જો તમે મૌનની વાત સાંભળી શકો
મનની વ્યથા સાંભળી શકો
જો સમુદ્રનાં તરંગોનો ગણગણાટ સાંભળી શકો
પતંગિયાની ઉડાન અનુભવી શકો
રાધા- ક્રુષ્ણની વાંસળી અને નાચ જાતે માણી શકો
મા-ભોમની પોકાર સાંભળી શકો
સરહદે ચોકી કરતા સિપાહીનો વિરહ સાંભળી શકો
--- તો જ તમે સાંભળી શકો
- તો જ સાભળો છો
અન્યથા કાન હોવા છતાં પણ બહેરા છો
---- અર્જુનસિંહ .કે.રાઉલજી.
#સાંભળો