કોયલ કહે"સાંભળ,સવાર થઈ હવે જાગ..
ચાલ તને શું આપું જોઈએ તે માગ."
મનમાં આવે તો હવાનો સાંભળ રાગ.
સૂરીલી હોય છે હવે તો સૂરજની આગ,
તું કહે તે ગાઉં, શરત એ કે તું સુંદર લાગ
.
પતંગિયા ની પાંખો પર તારી નઝર ને કરી સવાર,
પુષ્પોના રંગો પર કર રાજ.
સાંભળી લે કુદરત શું કહે આજ,
બનીને કોયલ ના સુરનો સાજ.