ખોલી સવારે બારી ને લાગણીઓ મળી,
સુગંધ પારિજાતની શ્વાસ માં ભળી,
લાગ્યું જાણે બંધ પરબીડિયાંમાં વસંત મળી,
ગુલમહોર ની અદા લાગે સંત તણી,
સુકાયેલા પાંદડા માંથી ઘણી યાદો ખરી,
અને કુંપળ બની નવી આશાઓ ડાળીઓ પર મળી
મઘમઘતું હતું આખું ઉપવન ફુલોની સુગંધ થી,
ગલીઓ બધી કેસુડાના રંગથી ભળી,
કોયલના ટહુકામાં કૃષ્ણ ની વાંસળી મળી,
શોધતો "આહિર" પ્રેમ ની વ્યાખ્યા
જવાબમાં આખી વસંત મળી.
આનંદ દવે "આહિર"