મારા જીવનના રંગીન નઝારા,
ચાલ આજે હોળી રમીએ
હું અને તું ગુલાલ બની ઉડીએ
કોમળ હથેળીઓ થકી
પ્રેમની બોછાર થઈ વરસીએ
પાણીની બૂંદોના અનહદ પ્રેમ જેવું ઉછળીએ
રસિક કિલકારીઓ અને મધુર તાલ બની કાનોમાં વસીએ
સવારે આકાશની બુલન્દીઓ સુધી પ્રેમનો ગુલાલ
પહોંચાડીને,સાંજે શહેરના ચરણો માં વિખેરાઈએ.
ચાલ આજે હોળી રમીએ