સામાજીક નૈતિકતા નું અધ: પતન :
ન્યૂઝ મીડિયામાં કે અખબારો માં ફ્રોડ - છેતરપીંડી ના સમાચાર લગભગ રોજ જોવા મળે છે. રાણા કપુરે , યસ બેંકના સંસ્થાપક, ચેરમેને ખુદ પોતાની બેંક ના ગ્રાહકો નો વિશ્વાસ ગુમાવ્યો છે. વિજય માલ્યા પછી યૂપીએ સરકાર માં વહેંચવામાં અપાએલી અનેક મોટી રકમ ની લોન માત્ર ફ્રોડ કરવા માટે અપાએલી હતી. સરકાર, સરકારી ઓફીસો માં ભ્રષ્ટાચાર સામાન્ય થઈ ગયો છે. પરંતુ સમાજ માં પણ નૈતિક મૂલ્યો ઘટી રહ્યા છે. નિજી સ્વાર્થ માટે બીજા ઓ સાથે વિશ્વાસઘાત કરનારા ભારતીય સમાજ ને કલંકિત કરી રહ્યા છે. મોટી હોસ્પિટલોમાં દર્દી ને વિના કારણ ચીરવામાં આવે છે, અને દર્દી ના પરિવાર ને પણ લૂંટવામાં આવે છે. નકલી ( સીંથેટીક) દૂધ નો વેપાર વધી રહ્યો છે. ખાધ્ય પદાર્થો માં ભેળસેળ આપણા સ્વાસ્થ્ય ને અસર કરે છે. આપણે જે સ્ટાન્ડર્ડ ક્વોલિટી - ઊંચા ધોરણ ની ગુણવત્તા વાળા ઉત્પાદનો વાપરી એ છીએ તે પણ જ્યારે ખામીયુક્ત હોય તેવું જાણવા મળે છે, ત્યારે આપણે બ્રાન્ડ બદલી દઇએ છીએ. એક ગ્રાહક તરીકે આપણે સતત છેતરાતા રહી છીએ. ઉત્પાદક તરીકે આપણે નફો વધારવા ગુણવત્તા સાથે સમાધાન કરીએ છીએ, વેપારી તરીકે આપણે નકલી ઉત્પાદનો ખરીદી આપણા ગ્રાહકોને સાથે છેતરપિંડી કરીએ છીએ, એક નોકરીયાત તરીકે આપણે ઓછું કામ અથવા ઓછી ગુણવત્તા નું કામ કરીને મેનેજમેન્ટ સાથે ખોટું કરીએ છીએ, મેનેજમેન્ટ માં હોઈ એ ત્યારે સ્ટાફ નું શોષણ કરી એ છીએ. આ બધું શા માટે ? આવક માટે, આવક વધારવા માટે ? એવી શું મજબૂરી છે કે આપણે નૈતિકતા ભૂલી ગયા છીએ ? સમાજ ના દરેક વ્યક્તિ પોતાના ધંધા વ્યવસાય માં એક બીજા સાથે વિશ્વાસઘાત કરશે તો સમાજ નું પતન નિશ્ચિત છે. હજી શરૂઆત છે. મેં સમાજ ના સભ્યો તરીકે "આપણે" શબ્દ વાપર્યો છે. સમાજ માં અનૈતિકતા કેટલા પ્રમાણમાં વધી રહી છે તેનો ડેટા ચોક્કસ નથી પણ વધી રહી છે તે સત્ય છે. આજે સવારમાં જ એક સત્ય હકીકત પર બનેલી ફીલ્મ ટીવી પર જોવા માં આવી. ફીલ્મ દિલ્હી માં અંકિત શર્મા નામના બાળક નું એક સર્જરી કરનાર ડોક્ટરની બેદરકારી થી મૃત્યુ થાય છે. હોસ્પિટલ અને પ્રતિષ્ઠિત ડોક્ટર તેમની પ્રતિષ્ઠા જાળવવા બાળક ના માતા પિતા થી સત્ય છૂપાવે છે, પરંતુ એક જુનિયર ડોકટર ને આ હકીકત જાણ થતાં પોતાની કેરીયર ને દાવમાં મૂકી બાળક ના માતા પિતાને જાણ કરે છે અને ડોક્ટર અને હોસ્પિટલ પર કાનૂની કાર્યવાહી કરવામાં મદદ કરે છે. સમાજ માં આવી વ્યક્તિ ઓ પણ છે, જેને સલામ કરવા નું મન થાય. બાળકો સાથે ખોટું થાય ત્યારે ખૂબ દુ:ખ થાય છે. મારી આ પોસ્ટ સમાજ માં જાગૃતિ ફેલાવવા માટે છે. જેઓ ખોટું કરી રહ્યા છે, તેઓ આત્મમંથન કરે. અને જેઓ સશક્ત સમાજ ઈચ્છે છે તેઓ સતત જાગૃત રહે. બજારમાં આવતાં નવા ઉત્પાદનો પર વિચારીને વિશ્વાસ કરે. ગંભીર બિમારી માં સેકન્ડ ઓપીનીઅન ( બીજા ડોકટર ની સલાહ ) જરૂરી છે. અને જે ઉત્પાદન માં ખામી કે ભેળસેળ જણાય કે કોઈ ડોક્ટર નો ખરાબ અનુભવ થયો હોય તો તેને સમાજ માં, જાહેરમાં લાવવું આપણી ફરજ છે.
વંદે માતરમ્