#જીવન
આ ભાગદોડ ની સફર માં જીવન શોધું છું.
નથી સમય આજે સ્વજન સ્નેહીઓ માટે.
બસ કોકનો ઉછીનો મેસેજ શેર કરુ છું.
સઘળે શોધી લીધું ગૂગલ માં શર્ચ મારી.
જીવન નો મારગ મળે તો શેર કરજો દોસ્તો
એક ઘરમાં રહેવા છતા પરિવાર થી દુર થયો છું.
મોબાઈલની માયાજાળ ફસાઈ જીવન શોધું છું.
પક્ષીઓનો પરિવાર નિહાળી, મારા જીવતર પર રોઉં છું.