English Quote in Poem by Jignesh Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહીંયા અફવા એક થી બીજે ફેલાતી પવન વેગે,
જરામાં આગ આ તણખાથી પ્રસરાતી પવન વેગે.

લઈને બેઠા છે ખારાશ દરિયાની હવે નિજમાં,
બની ભરતી હવે તે કાંઠે છલકાતી પવન વેગે.

હતી બાબત જે નાની તે બની ધિંગાણું દોડી છે,
હવે તોફાન થઈ ઘટઘટ એ ચર્ચાતી પવન વેગે.

કમળ યાદો હવે થઈ ગઈ વમળ ,જેની અસર માઠી,
મથું હું ભૂલવા યાદો એ અથડાતી પવન વેગે.

સમય તારો મટીને કાલે બીજાનો થઇ જાશે,
સમજ એવી ક્યાં છે? કે ઘટના બદલાતી પવન વેગે.

હતી વાતો સરળ ને નાની ,ઘરની તે ક્યાં પહોંચી!
અને ઘર લાગણીઓ પગમાં કચડાતી પવન વેગે.

બધા અર્થો કરે છે ચશ્માં પહેરી નિજના ,ને આમ
લઈને પીંછી નિજની,ઘટના ચિતરાતી પવન વેગે.

તમે મનમાં જે વાતો સાચવીને બેઠા છો આજ,
સમય આવે હૃદયથી આવી ઉભરાતી પવન વેગે.

છબી બનતાં, સદા લાગે છે દોસ્તો વાર જીવનમાં,
છબી છટકી થતી જર્જર ને ખરડાતી પવન વેગે.

નમનનો અર્થ લોકો તો સદા ઊંધો કરી બેસે,
બધી તુજ ભાવનાઓ પથિક તરડાતી પવન વેગે.

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ(9662749582)

English Poem by Jignesh Trivedi : 111358599
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now