વરસો થયા હોળી રમવાનું છોડે. આજ સુધી કોઈની હિંમત નથી થઈ કે મને રંગ લગાવી જાય. ઘરના બધાને ખબર છે નિયતીને રંગ સાથે રમવું પસંદ નથી. બધા મારાથી દૂર જ રહે, પણ આ સાલ કંઇ નવા જ રંગ સાથે આવી છે!
આજે સ્કૂલની બહાર હોળી રમી રહેલો એક નાનકડો છોકરો દોડતો આવી રહેલો અને ભૂલથી મને ટકરાઈ ગયો. એની મુઠ્ઠીમાં રહેલો વાદળી રંગ મારા કપડાં પર લાગી ગયો. મારું બ્લેક જિન્સ વાદળી રંગના ધબ્બાથી હજી શોભી રહ્યું છે!
આજે સવારે મેં તો અમસ્તું જ ગાયેલું, શ્યામ પિયા મોહી રંગ દે ચૂનરીયા...રંગ દે ચૂનરીયા...😍
Happy Holi 🌹
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏