#જીવન
પ્રારંભમાં પ્રથમ પહેલાં હું હતો.
અંતમાં અને અંત સમયે તો હતી.
મધ્યમાં મધ્ય સમયે હું અને તું હતા.
દરેક સમયે ન હતા, એવું ન હતું.
ક્ષણે ક્ષણે બધે જ હું અને તું હતા.
બાલ્યાવસ્થામાં, યુવાનીમાં, કે વૃદ્ધત્વમાં.
નિખાલસ દોસ્તીમાં,
યુવાની ના પ્રણયમાં,
વૃદ્ધના સહારા માં,
હુ ને તુ જીવન માં હતા.
એકબીજાના સહારે જીવને,
જીવન જીવતા જોયો હતો.
કોણ હતું, ક્યારે હતું, ક્યાં હતું,
નિયતિના ચક્ર ને કોણ નિહાળ તું ?
પંચાયત પારકી પોષાતી કોને વળી !!
પોતાના જીવનમાં મસ્ત રહ્યો,
સાચો જીવ એને કહ્યો.
મૃત્યુ એ, નિર્વિઘ્ને એને આવકાર્યો.
જીવ જીવન એમ જીવતો રહ્યો.
✒️ જાની.જયા.એચ.તળાજા. "જીયા"