#જીવન
*********
રજા છે રડવાની અહીં, બાળપણ અને યુવાનીને.
પણ ટપકે નહીં, ઘરડું આંસુ પાપણ થી.
લાગે કોઈ બાંધ્યું હશે !! નિયમથી.
બાળપણ : રાજાશાહી માં ફરે.
યુવાની : દીવાની માં લેર કરે.
ગઢપણ : કારાવાસ માં કેદ રે.
જીવ : એક જ, ત્રણ તબક્કામાં ફરે.
જીવન ને માણે, અંતે જાણે.
પણ મોહમાયા માંથી પાછા ન ફરે.
બેઠું થયું ઓરડામાં, અશ્રુવાળુ અરમાન ઘરડું,
સરળ સરસ પણ, નિષ્પ્રાણ થઈ ઢળી પડ્યું.
✒️ જયા.એચ.જાની.તળાજા. "જીયા"