જે કોઈ માનવી નિરાશ થઇ ગયો,
એના હૃદયની હું આશ થઇ ગયો.
થાકી ગયો કોઈ જીવન સફરમાં,
થાકલો બનીને હું હાશ થઇ ગયો.
કંઈ નથી વિશ્વાસ જેવું જગતમાં,
એમ કહેનારા માટે વિશ્વાસ થઇ ગયો.
હર શ્વાસ જેને મુસીબતનો હતો,
એને હું રાહતનો શ્વાસ થઇ ગયો.
જીવનનો રસ જેને પીવો હતો,
એના મનની હું પ્યાસ થઇ ગયો.
રોનક સમજે છે સદભાગ્ય એના,
બધામાં એનો નિવાસ થઇ ગયો.
#જીવન