પ્રેમ રંગ
રંગ તારા પ્રેમનો એવો ચડ્યો કે,
થઈ હું ગુલાબી શરમથી,
તારી પ્રીતમાં રંગાઈ ગઈ એવી કે,
ભૂલી હું ભાન કસમથી...
તારા પ્રેમ રસમાં તરબોળ થઈ એવી કે,
મહેકી ઊઠી હું સુમનથી..
તારા સપનામાં મગ્ન થઈ એવી કે,
ઉડી હું સંગ પવનથી...
આજ રાધા બની રંગી જાઉં તને એવી કે,
સરખાવે તું પોતાને કૃષ્ણથી...
આશકા શુક્લ "ટીની"