ઝવેરચંદ મેઘાણીને તેમની પુણ્યતિથી પર "સ્મરણાંજલિ"
સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે
પૂરી રોટી પ્રતિજનને જડશે
કવિ! તે દિન નીલ આકાશ તારા
કેરી સુંદરતા સહુ સાર્થ બને
તારા કૂજન આજ જલાવી દે
પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે?
છંદ,ગીત ને સોરઠા,ને વળી વ્હેતી સોરઠ ની સરવાણી
તેં દી'રડ્યા રાતે પાણી,ઓલા મેલીને હાલતા મેઘાણી
તને વંદન રાષ્ટ્રીય"શાયર"મેઘાણી"