કેમ કરીને જીવવું છે જીવન?
ઈચ્છાઓ અને વાસના જેમા જીવંત,
એ જ માટીનુ યંત્ર લઈને, ભાવનાની ઊર્જા સાથે,
સંબંધની રમત રમતા, આપણે સજીવન,
કેમ કરીને જીવવું છે જીવન?
લક્ષ્ય છે તારુ મોક્ષનુ, જીવન એક લોભ છે,
ઈશ્વર છે જ્ઞાનનો સાગર, જ્ઞાનથી જ મોક્ષ છે.
મુઢ બની સાંભળતો રહ્યો, આ જ્ઞાનની સુંદર કલ્પનાઓ,
જ્ઞાની નિ:શબ્દને પુછે, શું સમજ્યો તુ શાસ્ત્રોનો અર્થ ?નિ:શબ્દ કહે અજ્ઞાની છુ હુ આ જ્ઞાન ક્ષેત્રમા,
શાસ્ત્રનુ જ્ઞાન અપાર,
શું કામ વિચારુ કેમ કરીને જીવવું,
જ્યારે ઈશ્વર મારુ કર્મ છે અને જીવન મારો મોક્ષ.
-નિ:શબ્દચિંતન
#જીવન