ક્યાં ભુલાઈ ગયા
સંબંધો કયા ભુલાઈ ગયા
કૃષ્ણ અને સુદામા ક્યાં વિસરાઈ ગયા
આ સરપટ દોડતી જિંદગી માં
માણસો ક્યાં ખોવાઈ ગયા
મિત્રતા નામની રહી, લાગણીઓ ક્યાં છે હવે
સંબંધો સ્વાર્થ ના રહ્યા, ભાવનાઓ ક્યાં છે હવે
મિત્ર રહ્યો તું માત્ર પૈસા નો હે માનવી
દુર્યોધન અને કર્ણ તો ક્યારના ભુલાઈ ગયા
માં ની તકલીફ ક્યાં યાદ છે તને
તે નિસ્વાર્થ પ્રેમ ક્યાં યાદ છે તને
પિતા ની તનતોડ મેહનત ક્યાં યાદ છે તને
શ્રવણ કુમાર તો ક્યાર ના ભુલાઈ ગયા
આ કળયુગ માં મોહ માત્ર પ્રસંશા નો
બીજા શું કેશે બીમારી લાગી બધાને
સ્વયં નું નિર્ણય જાણે ક્યાં ખોવાયું
હે માનવી તું ક્યાં ભૂલાયો
રાષ્ટ્રનો પ્રેમ જાગે પંદર મીએ
દેશભક્તિ દેખાય છવીસ મિએ
હવે તો દેખાય દેશભક્તિ ની મરિચિકા
ભગતસિંહ અને ગાંધી તો કયાર ના ભુલાઈ ગયા