Gujarati Quote in Poem by Faizal Khan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુ બાકી છે
આ જિંદગી માં હજુ ગણું બાકી છે
આતો કિનારો છે દરિયો હજુ બાકી છે
નાની આંખમાં કેટલું વિશ્વ સમાય
વિશ્વ ના ઉંબરા જોવા હજુ બાકી છે
મા ના ચેહરા પર સ્મિત અને બાપના
સ્વપ્નો પૂરા કરવા હજુ બાકી છે
આ જિંદગી માં હજુ………
શૂન્ય થી સર્જન, માટી માથી ઘડો,
કવિની ક્લ્પના, વિજ્ઞાન નું રહસ્ય,
સફળતા મેળવવા પ્રયત્નો હજુ બાકી છે
આતો શરૂઆત છે અંત હજુ બાકી છે
આ જિંદગી માં હજુ ……..
બચપણ માં વિચારેલ પ્રસિદ્ધિ નું દિવાસ્વપ્ન,
મિત્રતા નિભાવવાનું મક્કમ મનોબળ,
સાહેબ ને કરેલ તે વાયદો , સૈનિક સમાં લડી
પૂરો કરવો હજુ બાકી છે હજુ બાકી છે.
આ જિંદગી માં હજુ…….
ભારત ના સપૂત છીએ કેમ તેને વિસરીએ
વિશ્વમાં ડંકો વાગે આં વૈવિધ્ય નું,
બનીએ વિશ્વ મા સર્વોત્તમ માટે
એ ભારત ના યુવાન કર્તવ્ય હજુ બાકી છે.
આ જિંદગી માં હજુ…..









#જીવન

Gujarati Poem by Faizal Khan : 111358106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now