મારા જીવનની પરિભાષા તારાથી જોડાયેલી છે, જો તું ના હોત તો આ જીવનનો કોઈ અર્થ ના હોતો, તું મળી અને મને જીવવાનું એક કારણ મળ્યું, એવું નથી કે તારા વગર હું જીવી શકતો નહોતો, પરંતુ તારા સાથમાં જિંદગીને જીવવાની મઝા જ કંઈક અલગ છે, જેમ હોળીમાં રંગો વગર હોળીનો તહેવાર ફિક્કો લાગે એમ તારા વિના મારી જિંદગી પણ બેરંગ હતી, બસ આમ જ મારી જિંદગીમાં જોડાયેલી રહેજે.. મારા જીવનમાં નવા રંગો ભરતી રહેજે...!!!
#કેપ્ટન @શ્યામ
#Happy_Holi
#જીવન