જીવન સમજણ સાથે વિતાવો તો સુખ,
પણ હંમેશા અભાવ સાથે જીવો તો દુઃખ.
જીવન એક આરસી જેવું વિતાવો તો સુખ,
પણ હંમેશા આભાસી જેવું જીવો તો દુઃખ.
જીવન હંમેશા હાસ્ય સાથે વિતાવો તો સુખ,
પણ સદાય રડતાં રડતાં જીવો તો દુઃખ.
જીવન સામે લડતા શિખો તો સુખ,
પણ હથિયાર મુકી ભાગી જાવ તો દુઃખ.
જીવન કોશિશ કરી સફળતાની સીડી ચડો તો સુખ,
પણ વગર પ્રયત્ન ઉપર નહિ ને નીચે જ રહો તો દુઃખ.
જીવન સકારાત્મક વિચારો સાથે વિતાવો તો સુખ,
પણ રોજ નકારાત્મક વિચારો સાથે જીવો તો દુઃખ.
#જીવન