જિંદગીનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું
કે પછી સંતાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
આ તરસ છીપે નહીં, ટીપે નહીં, પીપે નહીં,
ને જિંદગીને શાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
છાંયડા તો કંઈક જીવનમાં મળ્યા ‘જતીન ’ છતાં,
આ તરસનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
તરસનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
#જીવન