જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું
ખૂશ્બુ હજી છે બાકી જો સુંઘી શકો મને
હું પાનખર નથી હું વીતેલી વસંત છું
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ
બિંદુની મધ્યમાં છું કે તેથી અનંત છું
રસ્તે પલાઠી વાળીને બેઠો છું હું ‘જતીન ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું
#જીવન