જીવન એટલે જીવી ગયા એ?
જીવન એટલે જીવી રહ્યા છીએ એ?
કે જીવન એટલે જીવીશું એ?
જીવન એટલે નવી આશા નું કિરણ,
જીવન એટલે સપના નું દર્પણ.
જીવન એટલે સુખોનું આગમન,
જીવન એટલે દુઃખોનું રુદન.
જીવન એટલે નવી સવાર,
જીવન એટલે નવો ઉત્સાહ,
જીવન એટલે જૂની યાદો નું પોટલું,
જીવન એટલે મિત્રો સાથે ની બેફિકરાઈ વાળી જિંદગી.
જીવન એટલે જવાબદારીઓનો બોજ,
જીવન એટલે આપણે કરેલી ભૂલો નું વહી ખાતું,
જીવન એટલે તૂટેલા સંબંધો ની બાદબાકી અને નવા સંબંધો નો સરવાળો.
છતાં પણ જીવન તો મોજ જ મોજ.
#જીવન