આજના છોડગે સજન અબ ખેલગે હમ હોલી
...ખેલેગે હમ હોલી...હોલી હે...
આજે સોસાયટી ના કોમનપ્લોટ માં હોળી રમવાનો પ્રોગ્રામ હતો બધા જ પોતપોતાની રીતે રંગ, પિચકારી , ભાંગ, નાસ્તો બધી તૈયારીઓ સાથે કોમનપ્લોટ માં ગોઠવાય ગયા હતા
સોસાયટી ના મંત્રી એ પણ માઇક પર એનાઉન્સ કર્યું ને જાણે રેસ લાગી હોય એમ બધા એકબીજાને રંગ લગાવામાં વ્યસ્ત હતા
એવામાં નિધી સોસાયટી ની સહુથી ખુબસુરત નમણી નાજુક કોલેજ માં ભણતી છોકરી સફેદ ટોપ ને બ્લુ જીન્સ પેરીને આવતી દેખાય છે સોસાયટી નો ઉતાર ગણો એવો સૌમિલ એને જોઈ પાણી પાણી થયી જય છે ને એને રસ્તા માંજ રોકવા જાય છે જેથી એને પેલો કલર એજ લગાવે ..
એ જેવો કલર ને પિચકારી લઈને આગળ વધે છે કે અજતો પુરી રંગી દઉં મારી કોલેજ માં બધા વચ્ચે ઇન્સલ્ટ કરેલી આજ એનો બદલો લઉ એને બધેજ કલર લગાવી ને...
એ નિધિ સામે આવીને ઉભો રહે છે ને હેપી હોળી કહે છે નિધિ પણ પ્રત્યુત્તર માં બોલે છે એવામાં અચાનક જમણી બાજુ માં પડતા એક ખાંચામાં થી એક ચીસ સંભળાય છે .
એનું ધ્યાન ત્યાં જાય છે ને દોડીને જાય છે નિધિ પણ પાછળ પાછળ દોડે છે જેને જુએ છે તો એને જ નિધિ વિરુદ્ધ કાન ભરનારો એનો ( કહેવાતો) જીગરજાન દોસ્ત એની બહેન ને એ રીતે રંગી રહ્યો હતો જે રીતે એણે નિધીને રંગવા માટે ઉશ્કેર્યો હતો ..તે ત્યાંજ સડક થયી જાય છે..
એણે મોડે મોડે પણ સમજાય છે કે નિધી પણ કોઈની બેન છે