#સેલીબ્રેશન #કેકમેકિંગ #હકારાત્મકદ્રષ્ટિકોણ #સ્ટ્રેન્થ
ઘણી વખત એવું થાય કે તમે કોઈ નિશ્ચિત પરિણામ માટેના પૂરતા પ્રયત્નો કર્યા હોય પણ પરિણામ તમે જે ધાર્યું હોય એના કરતા કંઈક અલગ જ આવે, ત્યારે સ્વાભાવિકપણે થોડો અણગમો તો થાય જ, કેમ કે, આપણા દ્રષ્ટિકોણથી આપણે જે શ્રેષ્ઠ હોય એ મેળવવા માટેના પ્રયત્નો કર્યા હોય પણ એવું જરૂરી તો ન જ હોય ને કે આપણે જે ધાર્યું હોય એના સિવાયનું પરિણામ આવે એ સારું ન જ હોય, બસ આપણે એક હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવો પડે.
આજે બહુ મન અને મહેનતથી વુમન્સ ડે માટે સ્પેશિયલ કેક કે જેમાં ડિફરન્ટ કલર હોય જે સ્ત્રીના ડિફરન્ટ સ્વરૂપને રીપ્રેસન્ટ કરે એવી કેક બનાવી, જ્યારે બેક કરવા મૂકી ત્યારે એકદમ પરફેક્ટ લાગતી હતી, બધા કલર્સ એકદમ મસ્ત દેખાતા હતા ને મનમાં જાણે એક ચિત્ર નક્કી થઈ ગયું હતું કે કેક બેક થશે એટલે કેવી દેખાશે? પણ અડધી કલાક બાદ જ્યારે ઢાંકણૂ ખોલીને કેક જોઈ તો ધારણા બહારનું એક અલગ જ ચિત્ર સર્જાઈ ગયું હતું, 😄 બધા કલર્સ રહ્યા એક બાજુ ખાલી કેસરી કલર દેખાતો હતો ને એમાંથી ક્યાંક ક્યાંક લીલો કલર ડોકીયું કરતું હતું અને વચ્ચે સેન્ટરમાં ગુલાબી કલર ખાલી નામ પૂરતો દેખાતા હતો. પહેલા તો મૂડ જ બગડી ગયો કે આ શું ક્યારની મહેનતનું આ પરિણામ પણ પછી કેકને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ કે કેકમાં સ્ત્રીના વિવિધ સ્વરૂપને રીપ્રેસન્ટ કરતા બધા કલર્સ નથી દેખાતા પણ કેસરી કલર કે જે શક્તિનું પ્રતીક છે એ તો દેખાય છે ને. પછી શું? મૂડ પાછો ટ્રેક પર આવી ગ્યો અને કેક કટ કર્યા બાદ તો મૂડ ટ્રેક પર ફૂલ સ્પીડમાં દોડવા લાગ્યો 😄...કેમ કે અંદર તો બધા કલર્સ લાઈન ટુ લાઈન દેખાતા જ હતા ખાલી બહારથી જ કેસરી કલરે એ બધાને કવર કરી લીધા હતા, વળી એક હકારાત્મક દ્રષ્ટિકોણ અને થયું કે આ તો ધાર્યું હતું એના કરતા પણ મસ્ત થયું અને યોગ્ય જ થયું કેમ કે એક સ્ત્રીએ હંમેશા પોતાની બધી લાગણીઓને શૌર્ય એટલે કે શક્તિની લાગણીથી કવર કરવી જ જોઈએ, આ સમાજમાં પોતાની જાતને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે....🖊જાગૃતિ તન્ના "જાનકી"