મલ્હાર ૩
આગળ
બીજું પાનું ઉથલાવ્યું તો અલંકારની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.આબેહુબ દાલસરોવરની રંગીન કૃતિ.તેને મલ્હારના આ હુન્નરનું આશ્ચર્ય થયું.ક્યારેય તેનો ઉલ્લેખ પણ નહોતો થયો.તે પરવારી બહાર આવ્યો ત્યારે ત્યાંથી ડ્રોઈંગબુક લઈને ઊંચી મુકાય ગઈ હતી.મનમાં થયું તેણીને પૂછું પણ અલંકારને થયું જરૂર એ એની જાતે કહેશે,કંઈકતો કારણ છે જેથીએ આ વાત નથી કરતી.એના મનને જેમ જેમ નજીક જઈશ એમ જ જાણી સકીશ.બન્ને પાછા નીકળી પડ્યા શ્રીનગરની સડકો પર જ્યાં મોગલોએ સુંદર બાગોના નિર્માણ કર્યા છે,ભારત સરકારે કે કાશ્મીર સરકારે જેને જતનથી સાચવ્યા પણ છે.ફરીને પાછા આવ્યા ત્યારે હોટેલના મેનેજરે તેમને એક સરસ ફૂલોનો ગુલદસ્તો આપ્યોને મોકલનાર શ્રીમતી વર્ષાનું કાર્ડ પણ આપ્યું.ત્યારે મલ્હારને યાદ આવ્યું કે તેના મમ્મીએ આજનામનું કાર્ડને ફોન નંબર પણ આપ્યો હતો.મલ્હારે અલંકાર પાસે જઈને એ નંબર પર આભારનો ફોન કરાવ્યો ને વર્ષાદેવીનું બીજા દિવસે ચાનું આમંત્રણ પણ સ્વીકાર્યું.
ત્રીજા દિવસની સુંદર સવારે બન્ને જણાં વર્ષાદેવીના ઘર તરફ જવા નીકળ્યા,હોટેલના મેનેજરે તેમના હાથમાં એક સરસ પાર્સલ આપ્યું ને કહ્યું તમે જેમને મળવા જાઓ છો તે અહીંના પર્તિષ્ઠિત મહિલા છે.અમારૂ સદ્ ભાગ્યને કે તમે તેમના મહેમાન છો ને અમારે ત્યાં ઉતર્યા છો.અમારા વતી તેમને જરૂર આ પહોંચાડશો.મલ્હાર હવે આ મહિલાને મળવા ઉત્સુક થઈ રહી.તેઓ પહોંચ્યા તો એક નાનું સુંદર બેઠા આકારનું સફેદરંગથી જેની દિવાલો ચમકી રહી હતી એવું સુંદર શાંત વાતાવરણથી ભરપુર ઘર ને આજુબાજુ સુંદર ગુલાબીરંગના ગુલાબની વાડીને પાછળના બાજુ સુંદર નાનું ઝરણું ને આંગણામાં સફેદ સસલાઓની દોડાદોડી .આ જોઈ મલ્હાર ની આંખોમાં આનંદાશ્ચર્ય છલકાઈ રહ્યો.બારણામાં બેલ નહિ કડું હતું,ધીરે રહી કડું ખખડાવતા દરવાજો ખુલ્યોને સામે શ્રીનગરના બરફજેવી શ્વેતસાડી પહેરેલી સુંદર અપ્સરા જેવી એક આધેડ ઉમ્મરની સ્ત્રી ઉભી હતી,ઓહ..!મલ્હાર એને જોઈ બોલી ઉઠી *મા*....!
(ક્રમશ:)
જયશ્રી પટેલ
૪/૩/૨૦૨૦