Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(મલ્હાર ભાગ ૨)
આગળ

ચીંચીંમા પણ હવે ઉમ્મરવાળા થયા હતા.ઘણીવાર શેઠને મલ્હાર મોટી થઈ ગઈ છે ના ઈશારા કરી સમજાવતા કે આ દીકરીને વિદાય કરો.ડો.ગીરજાશંકરની નજરમાં પણ આ અપ્સરા જેવી મલ્હાર પોતાના દીકરા માટે વસી ગઈ હતી.તેઓ તેણીના વખાણ બધા આગળ કરતાં થાકતા નહિ.દીકરા અલંકારને વારંવાર પૂછી લેતા કે તને મલ્હાર ગમે છે બેટા? અલંકાર બીઝનેશ મેન હતો,સંસ્કારી હતો,તેથી તે પોતાના પિતાને હંમેશા માન આપતો.મલ્હારની સાથે તે ઔપચારીકતાથી જ વર્તતો.એક રાત્રે ખૂબ વરસાદ પડતો હતો.મલ્હારની ગાડી બગડી ગઈ હતી.હોસ્પિટલની બહાર તે રીક્ષા કે ટેક્ષીની રાહ જોતી ઊભી હતી ને તે જ સમયે અલંકારનું ગાડી બહાર કાઢતા તેણી તરફ લક્ષ ગયું.તેણે મલ્હારને ગાડીમાં બેસી જવાનો ઈશારો કર્યો. અંગત ગણો કે સંજોગ તે દિવસે મલ્હારને અલંકાર પહેલીવાર આમ એકલા મળ્યા.ગાડીમાં એક ચુપકી હતી.મલ્હારનું ગળું જાણે સુકાવા લાગ્યું હતું.અલંકાર ધીમું હસી બોલ્યો ,”આરામથી બેસો મલ્હાર,હું તમને નહિ ખાઈ જાઉં .” તે આ સાંભળી હસી પડી.તેને હસતી જોઈ ને અલંકાર ને લાગ્યું જાણે કોઈ અપ્સરા આકાશમાંના તારાઓ વચ્ચેથી ઉતરી આવી હોય .તેણે આજે તેણીને નજીકથી મહેસુસ કરી.પહેલીવાર કોઈ સ્ત્રીના રૂપને તે જાણે જોતો જ રહી ગયો.
ગાડી ઘરને આંગણે ઊભી રહી,મલ્હારે અલંકારને કોફી નું આમંત્રણ આપ્યું,તેણે સ્વીકારી લીધું.
ઘરમાં પેસતા ઘરની સુઘડતા જોઈ અલંકાર તો ખૂબ જ પ્રભાવીત થયો.ચીંચીંમાને કોફી બનાવવાનું કહી મલ્હાર પિતાજીના રૂમમાં ગઈને અલંકાર આવ્યાના સમાચાર આપ્યા.અલંકારને મળી તેઓ ખુશ થયા.તે રાત્રે મલ્હાર ને અલંકારને ઊંઘ ન આવી.બીજે દિવસે સવારે અલંકારે માતા પિતાને મંજૂરીની મહોર મારી દીધી.ડોક્ટર ગીરજાશંકર સામેથી માંગું લઈ મલ્હારના પિતાને મળ્યા.
વાહ..! ચીંચીંમા તો ખૂબ જ ખુશ હતા,હાશ..!હવે મારી આંખ મીંચાઈ જાય તો પ્રભુ મને સંતોષ છે કે મારી મલ્હાર ને સાસુમા મળશેને તેઓ તેની *મા* બનશે.મલ્હારની મા ની કલ્પના કે સ્વપ્ન પૂર્ણ થશે.સંજના ઉદાસ રહેવા લાગી કે મલ્હારદી સાસરે જતા રહેશે પછી તે શું કરશે???આમને આમ લગ્નના ગીતો ગવાવા લાગ્યાને મલ્હાર ની વિદાયનો દિવસ પણ આવી ગયો.તે રાત્રે ઘરમાં ધમાલ હતી,મલ્હાર જોઈ રહી હતી કે પપ્પા થોડા બેચેન લાગતા હતા.જાણે કંઈક કહેવા માંગતા હતા. તેણી પપ્પા પાસે ગઈ ને ખભે હાથ મૂકી ઊભી રહી ગઈ.પપ્પા અંક આલ્બમ કાઢી કંઈક જોઈ રહ્યા હતા.મલ્હારે તે આલ્બમમાં જોયું તો પપ્પા સાથે કોઈ સ્વરૂપવાન યુવતી હતી ને તે પૂછી બેઠી પપ્પા આજ મારી મમ્મી છે...?પપ્પા નરેશભાઈની આંખોમાં આંસુ હતા,તે બોલી ઊઠ્યા..”અરે ! બેટા ચાલ ચાલ નીચે તારી વિદાયનો સમય વીતી જશે.”મમ્મીની ઓળખાણ પપ્પા કેમ ન આપી???
આ પ્રશ્ન સાથે જ મલ્હાર વિદાય થઈ.

(ક્રમશ:)
જયશ્રી પટેલ
૩/૨/૨૦૨૦

Gujarati Story by Jayshree Patel : 111357643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now