Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મ્લહાર...૧
ભાગ ૧

નાની હતી ત્યારથી જ ઉંચી ઉડાન ના સ્વપ્ન ખરીદનાર ને તેને પૂર્ણ કરવા પતંગિયાની જેમ પાંખો પ્રસારી એક એક ફૂલોના રસને ચાખનારી,કલ્પનાના ઝૂલે ઝૂલનારી એ સુંદર પરી જેવી યુવતી એટલે મલ્હાર. ઘરમાં પિતાને દાદીમાં ની લાડકી હરણી જેવી ચંચળ ને મૃગાંક્ષી નયનો,સુંદર નાકનકશો ને ગોરેવાન.આસમાનની સુંદર પરી લાગતી જ્યારે નાની હતી ,હવે તો સુંદર અપ્સરા..!
જ દીસે.
નાની હતી ત્યારે જ *મા*ને ગુમાવી ચૂકી હતી.પણ પિતાને દાદીએ ક્યારેય તેને પાંચ વરસ સુધી જણાવ્યું જ નહોતું કે તેની મા નથી.કહેતા કે,”તે તો આકાશમાં ગઈ છે પાછી આવશે,તારી જોડે રમશે ને વહાલ કરશે,ત્યારે તું જોજેને...મા કેવી હોય.ખરેખર દાદીના ખોળામાં સૂઈ જતી ને સ્વપ્નલોક માં પહોંચી જતી તો તેને જુદા જુદા ચહેરા રોજ મા ના દેખાતા.તે વહાલ કરવા હાથ લંબાવતી ને મા અદ્રશ્ય થઈ જતી.
સ્વપ્ના જોતા જોતા તે સોળ વર્ષની સોડશી કન્યા બની ગઈ.હવે તો તે બધુ ભૂલી પુસ્તકની દુનિયામાં ખોવાય ગઈ હતી.તેની પાસે હવે એક પોતાનું જગત હતું.
તેણી ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી.પિતા તેને ડોક્ટર બનાવા માંગતા હતા.પણ તે તો ચિત્રકાર બનવા માંગતી હતી.વિશ્વને તેની કુદરતને પીંછીમાં કંડારવા માંગતી હતી.
પિતાએ મા બની તેને મોટી કરી હતી,પિતા મિત્ર પણ હતા,એકવાર તેણીએ પિતાને ડોક્ટર બનવાની ના કહી દીધી,જિંદગીમાં પહેલીવાર પિતાએ તેની સાથે ઉંચે અવાજે વાત કરી ને તેને ફરમાન કર્યુ,” કલ્પનાની ને વાસ્તવિક દુનિયામાં ખૂબ જ ફરક છે.તારે સારી રીતે ભણી સ્નાતક થવાનું છે.”
સ્વપ્ન તૂટ્યું તેણી નિરાશ થઈ ગઈ.તે રાતે તેણીએ દાદીમાં ને કહ્યું ,”મારી *મા* ક્યારેય એક રૂપમાં ન દેખાતી ત્યારે જ હું સમજી ગઈ હતી...મા નું અસ્તિત્વ એ એને માટે એક કાલ્પનિક કથા છે.મા કેવી હોય ?કેવા સ્વભાવની હોય? રૂપાળી હોય ?પ્રેમ કરે કે નફરત?” દાદીમા જેવી કે પછી તેને મોટી કરનાર ચીંચીંમા જેવી..”
સમય સાથે સાથે પ્રશ્નો પૂરા ન થતા સ્વીકારી લીધું કે ચંદ્રમાં જેવી શીતળ હોય,પ્રેમની વાત્સલ્ય મૂર્તિ હોય..!
આજે એ ખોટ સાલી ગઈ.મૂંગા મૂંગા સ્વીકારી લીધું પપ્પાને ગમે છે તે જ અભ્યાસક્રમ લઈ પોતે આગળ વધશે ને ખરેખર તેણે સારા ગુણે ડોક્ટરી ના અભ્યાસમાં પ્રવેશ મેળવી લીધો.ધીરે ધીરે વ્યસ્તતા ના કારણે પીંછી ને રંગો ભૂલાતા ગયા.આજે તેના જીવનમાં હવે એકજ રંગ ઉભરાયો ને તે લોહીનો લાલ રંગ.શીખતા શીખતા તે હવે માનવના દેહને સાજા કરવાં,ઓપરેશન કરવાં માં લીન થવા લાગી.
સ્નાતક સમારંભમાં મૂખ્યમહેમાન તરીકે શહેરના મોટા ઉદ્યોગપતિ આવેલા શેઠ ડો.ગીરજાશંકરજી.તેઓ પણ એક સારા ડોક્ટર હતા.તેમની બહુ મોટી હોસ્પિટલ
હતી. તે હોસ્પિટલના સંચાલક તરીકે તેમનો પુત્ર કામ કરતો .શેઠનું એક મોટું મેડીકલ સાધનો બનાવાનું કારખાનું હતું.આજે તેમના વરદહસ્તે તેને સ્નાતક તરીકે
માનપત્ર મળ્યું.તે બધા વિદ્યાર્થીઓ માં પ્રથમ ક્રમાંકે આવી હતી.હમેશ મુજબ તેમણે આ કોલેજમાંથી ત્રણ ડોક્ટર જુદા જુદા વિભાગના પસંદ કર્યા.મલ્હાર બાળકોના ડાક્ટર તરીકે તેમની હોસ્પિટલમાં જવા લાગી.

(ક્રમશ:)
જયશ્રી પટેલ

Gujarati Story by Jayshree Patel : 111357633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now