ચંદ્ર થી લઇ પરમાણુ સુધી
તમામ સંશોધન એ કરી શકે
એ આજ ની નારી છે સાહેબ
કઈ પણ કરી શકે
ઘર ની જવાબદારી ને નોકરી નો બોજ
બંને સાથે એ સમતોલ કરી બતાવે
એ આજ ની નારી છે સાહેબ
કઈ પણ કરી શકે
હવાઈજહાજ ઉડાવી પણ શકે
ને રીક્ષા ચલાવી ઘર પણ સંભાળી શકે
એ આજ ની નારી છે સાહેબ
કઈ પણ કરી શકે
નેતા ની આગેવાની બખૂબી
ને અન્યાય સામે અવાજ પણ ઉઠાવી શકે
એ આજ ની નારી છે સાહેબ
કઈ પણ કરી શકે
માણસ ને જીવનદાન પણ એ જ અર્પી
જીવન હણી પણ એ જ શકે
એ આજ ની નારી છે સાહેબ
કઈ પણ કરી શકે
હ્રદય સર્જરી ને હ્રદય પરિવર્તન
ભેદ સમજી કરી બતાવે હિમ્મત થી
એ આજ ની નારી છે સાહેબ
કઈ પણ કરી શકે
માં , બહેન , પત્ની , દોસ્ત
દાક્તર,પોલીસ ,વકીલ,શિક્ષક
એ આજ ની નારી છે સાહેબ
કઈ પણ કરી શકે
#aajkinaarisabparbhari