Gujarati Quote in Thought by Nikunj Gupta

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે રવિવાર,

તો હાજર છું બીજો એક સંબંધ લઇ ને...



હમણાં એકાદ મહિના પેહલા એક મિત્ર ના લગ્ન પ્રસંગે મારી પત્ની સાથે જવાનું થયું.. અમે બધા મિત્રો ભેગા થઇ ને ગોસીપ કરતા હતા, એક મિત્ર બોલ્યો,

"ભાઈ, આપણા માં ફક્ત રવિ જ આઝાદ હતો, હવે તો એની પણ આઝાદી ગઈ,"



મારી પત્ની બધી વાત સંભાળતી હતી...

ઘરે આવ્યા પછી તે મને કહે,



"અમે અમારી જિંદગી, અમારા સ્વપ્ના બધું છોડી ને,

તમારી પાસે આવીએ છીએ...

દરરોજ ભગવાન ને તમારી લાંબી ઉમર માટે પ્રાર્થના કરીએ છીએ..

અમારા શરીર ને કષ્ટ આપી ને કરવા ચોથ નો વ્રત તમારા માટે કરીએ છીએ...

તો શું તમારા થોડા સમય માટે પણ અમે હકદાર નથી?"



મોરલ ઓફ ધી સ્ટોરી: ઘણી વાર આપણે પત્ની ઓ વિષે આ રીત ના જોક્સ, બોલતા હોઈએ છીએ, એમના હૃદય માં એ લોકો શું વેદના અનુભવતા હશે જાણ્યા વગર.. તો મને તો સમજાઈ ગયું. તમે લોકો પણ સમજી જાવ તો સારું...



સમજદાર કો ઈશારા હી કાફી હે...

Gujarati Thought by Nikunj Gupta : 111357513
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now