Gujarati Quote in Blog by Kotak Sanket

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડોકટરે કહ્યું કે " હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે !!!

આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું...
જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા !!!
કેમ કે આ શબ્દ તો બાળપણ થી જ ઘર ના વડીલો અને સમાજ ના મોઢે સાંભળતી આવી છું !!!
" નમી ને રહેવું " " સ્ત્રી ને નમી ને રહે તો જ સબંધ, ગૃહસ્થી અને પ્રેમ ટકી રહે છે "
બસ આવું સાંભળી ને નીચી નમતી જ રહી... નમતી જ રહી...અને ભૂલી ગઈ કે એની પણ એક કરોડરજ્જૂ છે અને આજ સુધી ઘર માં થી કે સમાજ માંથી કોઈ ના બોલ્યું પણ એ કરોડરજ્જૂ બોલી કે...
" હવે ના નમતી "

હું વિચારતી રહી કે સતત નમવા થી કરોડરજ્જૂ માં ગેપ રહી ગયો એ દેખાણુ પણ આજ સુધી સતત નમતા રહેવાથી બાળપણ થી આજ સુધી બીજે ક્યાં ક્યાં ગેપ રહી ગયા એ કેમ ના દેખાણુ ?

નાનપણ થી જોયેલા દરેક સપના માં ગેપ રહી ગયો,
એ બધા ગેપ કોઈ ને કેમ ના દેખાણા ???😢😢

- ઘર ને ઘર બનાવવા વાળી દરેક સ્ત્રી ને અર્પણ

Gujarati Blog by Kotak Sanket : 111357407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now