સાથી શબ્દની પરિભાષા બાંધવી અશક્ય છે, દરેક વ્યક્તિ એક સાથને ઝંખતું હોય છે, એક એવો સાથ જે એની સાથે હરદમ જોડાયેલો રહે, કોઈપણ પરિસ્થિતિ હોય અને કોઈપણ સમય હોય, એવો સાથ આજના સમયમાં મળવો મુશ્કેલ છે, કારણ કે આજે સાથ આપવા ઘણાં તૈયાર થાય છે પણ વિશ્વાસ આપવા કોઈ તૈયાર નથી થતું. પરંતુ એવું પણ નથી કે એવો સાથ મળતો નથી, કિસ્મતવાળાને એવો સાથ મળે છે, અને હું કિસ્મતવાળા વ્યક્તિઓની કેટેગરીમાં આવું. કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. મારા જીવનમાં પણ મારી "કેપ્ટન" મારા માટે મારી સફળતાનું કારણ બનીને આવી. એના સાથ માટે આભાર શબ્દ ઓછો પડે, બસ આ જીવતર એને નામ કરું તો પણ ઓછું પડે...આજે મહિલા દિવસ છે અને સાથી માટે લખવાનું છે તો તારા જેવું સાથી બીજે ક્યાં મળી શકે ??
બસ તું મારી સાથી છે એ વાતનું મને ગર્વ છે..!!!
#કેપ્ટન @શ્યામ
Happy women's day 💐
#સાથી