હા, હું એક સ્ત્રી છું
મારી ઓળખ એક ગૃહિણીથી વધારે નથી,
મારા બાળકને ઉત્તમ સંસ્કાર આપુ છું,
હા, હું એક માની સાથે સાથે શિક્ષક પણ છું
ઘરના બધા જ કામ કુશળતાથી કરું,
સાસુ- સસરાનું દિલથી ધ્યાન રાખું છું,
હા, હું એક વહુની સાથે સાથે નર્સ પણ છું
સુખથી લઇ દુઃખમાં પણ એની સાથે,
એની દરેક ઈચ્છાને મનથી વહન કરું છું,
હા, હું એક પત્નીની સાથે સાથે દોસ્ત પણ છું
એના બધા જ રહસ્યોનો પટારો,
અને બધી જ મુશ્કેલીનો હલ છું,
હા, હું એક ભાભીની સાથે સાથે સલાહકાર પણ છું
ભલે બને ઘર મારા માટે પારકા છે,
એણે પોતાના માની જતન કરું છું,
હા, હું એક સ્ત્રી છું
- કિંજલ પટેલ (કિરા)