Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Without "HER "even
"HERO" is a "0"
રોઝ ડે, ચોકલેટ ડે અને કંઇક કેટલાય ડે..
આવશે અને જશે..
પણ સ્ત્રીને કોઇ પુછશે કે તે શું ઈચ્છે છે?

ના ઘુટણીયે પડીને ગુલાબ આપો,
ના મનગમતા લેખકની કિતાબ આપો,
ન જોઈએ રૂ જેવાં પોચકા રમકડાં
ન જોઈએ મધમીઠી શાયરીના ગતકડાં

હે પુરુષ..જો આપવું જ છે ...
તો...મને મારા ભાગનું એક ટુકડો આકાશ આપો
જયાં હું ઉડી શકું,મન ભરીને વિહરી શકું,

હે પુરુષ...એકમેકનાં પુરક આપણે મૈત્રી ભર્યો બસ સાથ આપો...
એક વ્યક્તિ તણા અધિકાર આપો..
સ્ત્રી હવે પુરુષ સમકક્ષ,સ્ત્રી હવે પુરુષથી ચાર કદમ આગળ,
ન શબ્દોના આવા ઠાલા હાર આપો...

આપવું જ છે...તો..
મને મારા ભાગનું એક ટુકડો આકાશ આપો..🙏🏼

International WomenDay2020

Gujarati Blog by Kavita Gandhi : 111357180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now