યાર જિંદગી તે કેવી સર્કસ,
એને તો સફરમાં પણ સંઘર્ષ,
રોજ કરે છે કંઈક ને કંઈક અખતરા,
છતાં ઝીલે છે ડગલે પગલે ખતરા,
નથી તોય એને કોઈ કર્કશ,
યાર જિંદગી તે કેવી સર્કસ,
મન મનાવા દિલ પણ રડી લે છે,
દિલ તૂટે તો મન પણ લડી લે છે,
છે એક બીજા ચાહક વર્ષો વર્ષ,
યાર જિંદગી તે કેવી સર્કસ,
સંબંધ શરીરને તો કેવો છે ગાઢ,
ઠુઠવાય શરીર જો પગ ને લાગે ટાઢ,
કરે એક બીજાને આક્રશ,
યાર જિંદગી તે કેવી સર્કસ
---અમિત વડગામા''અટલ''