Gujarati Quote in Poem by Vinay

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અેક હદથી વધારે કોઇને જગા ના આપો આ દિલમા
આ ઘર અલગ છે સૌ કોઇને અહીં માફક નહીં આવે ...

આવશે જો અે તો કરી લઇશું વાત ઘડી બે ઘડી
પણ સામેથી બોલાવવા પડે એવો હવે કદી વખત નહીં આવે

રડી લીધુ ઘણુંય એ જતા રહેશે તો શું થશે એ વિચારમાં
એમના ગયા પછી આંખમા આંસુ હોય એવી એક ક્ષણ નહીં આવે

કેટલીક પરિસ્થિતિ નો સામનો જાતે કરતા શીખી લેજો સાહેબ
ઠોકરે ઠોકરે તમને સાચવવા કોઇ પ્રભુ કે એના ચાકર નહીં આવે

તારે જાતેજ વહેવું પડશે આગળ, પર્વતોની માયા છોડીને નદી
તને મળવા સામે ચાલીને કદી કોઈ સાગર નહીં આવે

ચમકાવવુ જ હોય જો નસીબ તો ઝઝૂમવાં માંડ ધગધગતા તાપમાં
રાત્રે બે-ચાર સારા સપનાં જોવાથી ઝીંદગીમા તારી રોનક નહીં આવે

વિનય રાઠોડ

Gujarati Poem by Vinay : 111356741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now