*મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે*
*મળે જો સથવારો સારો તો એક બે વાત કેવી છે*
*આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે*
*સમંદર તો હૈયામા છે એવી ઘૂઘવાટ લેવી છે*
*ગવનના છાયાળા નીચે હજારો ગાવ હાલીને*
*આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે*
*હુંય તમારા જેવો છું મારી તાશીર જુદી છે*
*મળે હેતો સાચાતો હવે ચોપાટ લેવી છે*
*બધી દુનિયા તમારી છે અમારે કઈ ના જોઈએ*
*તમારા બાગ ની એક જ કળી સંગાથ લેવી છે*
*તમારી હેડકી આવે તોય આ રાજ રાજી છે*
*આખું આયુષ આપી ને એક મુલાકાત લેવી છે*