. *વ્હોટસએપ વિનાનો એક દિવસ* ...!
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
મને ફાવે એવા તો દિવસો આવ્યા,
પરિવારથી દૂર થવાના બહાના આવ્યા,
ખબર હોવા છતાં દૂર કરે આ વ્હોટ્સએપ,
છતાં ના જાય વ્હોટસએપ વિનાનો એક દિવસ !
મહેનત કરતો વ્યક્તિ સ્ટેટ્સ મુકતો થયો,
મદદ કરતો વ્યક્તિ લાગણીના ફોટા બનાવતો થયો,
ખબર હોવા છતાં વ્યક્તિ સમયને ગુમાવતો થયો,
છતાં ના જાય વ્હોટસએપ વિનાનો એક દિવસ !
પરિવાર સાથે બેસતો ગૃપને બનાવતો થયો,
દુઃખને કહેનારો ડીપીને બદલાવતો થયો,
ખબર હોવા છતાં ભાગ્યને ખરાબ કરતો ગયો,
છતાં ના જાય વ્હોટસએપ વિનાનો એક દિવસ !
મુંજવણમાં આવ્યો છતાં વ્હોટ્સએપ ચલાવતો ગયો,
પરિવારની એકતાને બદલે ગૃપમાં સબંધ સાચવતો થયો,
ખબર હોવા છતાં છોળી નથી શકતો વ્હોટ્સએપ ને !
ખબર છે બગળી રહ્યું છે ભાગ્ય એમનું,
છતાં ના જાય વ્હોટસએપ વિનાનો એક દિવસ !
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD