પતંગ
મારાં વ્હાલની દોરીએ ઉડ્યો પતંગ,
મેઘધનુષી રંગે રંગાયેલ ગગન પણ હરખાયું
આજ મારે આંગણે વૈભવી પરોણાગત
પવનની લહેરખી એ પૂછી લીધા ખબર
પતંગ પણ ક્યાં ગાંજ્યો જાય તેમ છે
હસતાં હસતાં કહ્યું , વટ છે અમારો
આકાશે આંબતા જોઈ હરખાય યુવાન હૈયા
મારી એક ગુલાંટે,થાય આંખનાં ઈશારા
દુનિયાને કહેવું હોય તો કહેવા દો પતંગ કપાયો
હૃડાયભીના હૈયાં ને જોડતો ભલે કપાયો
તૂટી તો હું જવું છું,ને કપાય છે તો દોરી,
ને નામ મારું વગોવાય છે,
ને તોય આભને આંબતા મને જોવા સૌ તરસાય છે.