#Kite
#પતંગ
આજ હૃદયમાં અનેરો ઉમંગ લાગે છે,
નવી આશાનો ઉડતો પતંગ લાગે છે.
આભે ચિતરાયું છે સપ્તરંગી મેઘધનુષ,
જાણે નવોઢાનાં પાનેતરનો રંગ લાગે છે.
ગુંથી દીધી શબ્દોની વેણીથી મારી ગઝલ
કાગળ સાથે કલમ અભિન્ન અંગ લાગે છે.
શરમથી ખીલ્યું પુષ્પ ઓસનાં આલિંગનથી
જાણે ફૂલ ને ઝાકળનો પ્રેમ પ્રસંગ લાગે છે.
અદમ્ય આશા સાથે ઉગે મારો દરેક દિવસ,
ઇશ્વરનો સાથ ને વિશ્વાસ સંગ લાગે છે.