આવ્યો ઉત્સવ રંગનો, રંગાયા છે રંગે,
ધૂળેટી એને તો રોજ છે, બંદૂકોની સંગે.
કરી કેસરિયા, ભાલે કરી તિલક માટીનું,
રક્તની હોળી ખેલવા વીર ચડ્યા જંગે.
બહેન, માતા, પત્ની, બાળકોને છોડીને,
બલિદાનની વેદી પર ચાલ્યા એ ઉમંગે.
શહીદ વીરની અમરનારીની છબી છે.
ગુલાલ લઈ હાથે હોળી ખેલે યાદો સંગે.
ચહેરા પર હાસ્ય છે ન્યોછાવર કરવાનું,
હાથમાં અમર કંગન એના નામના ખનકે.
મારા તમામ રચના કુરબાન કરી મનોજ,
જેમનો સિંદૂર ચડ્યો વતન કાજ જંગે.
મનોજ સંતોકી માનસ
(મોરબી)