Gujarati Quote in Microfiction by Dr. Ranjan Joshi

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પતંગ

કાયપો છે..

શ્રુતિના મનમાં કાયમ ચગતો પતંગ એટલે સુંદર. આ પતંગને ખાલી વિચારો પૂરતી ઢીલ મળે. બાકી તો ફિરકી કાયમ બાપુ પાસે જ હોય. ઉતરાયણના તહેવારે સુંદર ચિકી, બોર ને પતંગનો થપ્પો લઈ અગાશી પર પહોંચી ગયો. શ્રુતિ સાથે તે પણ 'કાયપો છે..'ની બૂમોનો આનંદ લેતો હતો. શ્રુતિના બાપુ અગાશી પર ચડતા દેખાયા ને બોરનો એક ઠળિયો સુંદરના ગળામાં જ અટવાઈ ગયો. પોતાનો પતંગ કપાતો જોઈ, તેને નીચો પડતો અટકાવવા તે દોડ્યો. સુંદરના પડવાનો 'ધબાક' કરતો અવાજ શ્રુતિના બાપુના 'કાયપો છે'માં વિલીન થઈ ગયો. શ્રુતિ ચગતો પતંગ ચટ્ટ થયો તેનો શોક કરે કે બાપુએ એક પતંગ કાપ્યો એનો આનંદ, એ દ્વિધામાં અગાશીની પાળી તરફ ચાલવા લાગી.
- ડૉ. રંજન જોષી

Gujarati Microfiction by Dr. Ranjan Joshi : 111356433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now