_🌾પડું પડું થાય પણ પડતું નથી,,_
_આંખેથી અશ્રુ કેમ સરતું નથી,,_
_🌾અહીં ધુમાડો નથી તો શું થયું,,_
_એવું નથી કે મહીં કંઈ બળતું નથી._
_🌾તમેં જરા જુઓ તો ખરા ભીતર મારી,,_
_આ હૈયું મારું કેમ, જડતું નથી,,_
_🌾છે ભીડ કેટલી મારી આસપાસ,,_
_છતાં પોતીકું કેમ કોઈ મળતું નથી,_
_🌾હોઠો નું સ્મિત છેતરે કેટલાં ને,,_
_એવું નથી કે હૈયું મારું રડતું નથી,_
_🌾અંતર જોજનો છતાં જુવો કમાલ,,_
_શું ક્ષિતિજે,ગગન ધરાએ ઢળતું નથી??_
_💐!!!💐_
🌹🌾🙏🌾🌹