#પતંગ
પતંગ ચગાવવાની મજા દોરી મજબુત હશે તો જ આવશે,પતંગ - દોરી એટલે પતિ અને પત્ની,
જેમ પતંગ અને દોરી આ બંને સંબંધ એકબીજા
વગર અધૂરાં છે, પતંગ ને ઉંચે ઊડવું હશે તો એને હવા અને દોરીની જરુર પડશે, બાકી દોરી તો સાધવા - જોડવા નાં જ કામ કરશે, પતંગ ને એટલું આકાશ પણ ઓછું પડે છે, અને કપાઇ જાય ત્યારે દોરી નો વાંક કાઢશે,પણ પતંગ એ નથી જોતો કે એણે દોરી ની કિંમત જાણ્યા વગર જ દૂર સુધી જવા દીધી, દોરી ની જેટલી સહન શક્તિ હતી એટલો તો સાથ આપ્યો, પતંગ આ
જ નથી જાણતો. પતંગ ને એમ કે હું બહુ ઉંચે ઉડી રહ્યો છું,એ અભિમાન માં દોરી સાથે નો સંબંધ પણ કપાઇ જાય છે, બસ, પતિ-પત્ની નું પણ આવું જ છે, બન્નેને એકબીજા માટે નો અહમ્ નડે છે. પતંગ દોરી નો સાથ બહું જ નાજુક હોય છે.