અર્થ નથી....
હવે તને જોવાનો કોઈ અર્થ નથી
મને સમજી શકે તેવું તારું દિલ નથી
હું જોઉં તને અનેતું જોવે બીજાને
તે હવે મને મંજુર નથી
નસીબદાર એ છે કે જેને "તું" મળી
પણ એમાં હું શું કરી શકું?
તને પામી શકું એવી એકેય રેખા હાથમાં નથી
તું કદાચ વાંચે છતાં સમજી ના શકે
એવી મારી ગઝલનો પણ કોઈ અર્થ નથી..
હવે તને જોવાનો કોઈ અર્થ નથી