Gujarati Quote in Microfiction by Vibhuti Desai

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આક્રોશ
માં નાં ઉદરમાં સ્ત્રી નો પિંડ બંધાય ત્યારથી લઈને જીંદગી નાં અંતિમ પડાવ પર પહોંચેલી સ્ત્રી સલામત છે ખરી?
ડગલે ને પગલે અપમાન, મેણાં-ટોણાં ક્યાં સુધી સહન કરવાનાં?
મહિલા દિન, માતૃ દિન જેવા દિવસ પૂરતું જ નારીને યાદ કરવાની?જાત જાતના કાર્યક્રમ યોજવાના ને પછી ભૂલી જવાનું?
રજસ્વલા સ્ત્રી નાં હાથનું ખાવાથી બળદનો, કૂતરાનો અવતાર આવે એવું બોલનારા નું અને વિદ્યાર્થીની નાં કપડાં ચેક કરનાર નું કશું થયું? બસ‌, થોડા દિવસ મીડિયા માં ચર્ચા થઈ પછી અભરાઈએ.
સ્ત્રી, ચાહે કોઈપણ ઉંમરની હોય,ભલે એક વર્ષ ની બાળકી કેમ ન હોય?એનો પડછાયો પણ ન લેનારા કહેવાતા ધર્મગુરુઓ એજ સ્ત્રીનાં હાથનું ભોજન આરોગે. સ્ત્રીએ ભોજન બનાવી બંધ ઓરડામાં પૂરાઇ જવાનું પોતાનું રસોડું ચેલાઓને સોંપીને. શું આ, સ્ત્રી નુ અપમાન નથી? આ જ સ્ત્રી ની કૂખે જન્મેલા દિકરાઓને દિક્ષા આપી ધર્મના પ્રચારમાં જોડો છો એ કેમ ભૂલી જાવ?
બળાત્કારીને ફાંસીની સજા નો અમલ કરવામાં વિલંબ, તારીખ પે તારીખ, ક્યારે મળશે નિર્ભાયાને ન્યાય?
શા માટે દયાની અરજી કરવાનો ચાન્સ આપવો જોઇએ?કાયદા બનાવે પણ અમલ કરવામાં આનાકાની.
એટલે જ હજુ પણ બળાત્કાર નાં ગુન્હા અટક્યા નથી.
ગર્ભપાત નો કાયદો હોવા છતાં પણ કેટલીયે બાળકી જન્મ લઈ શકી નથી.
મહેરબાની કરીને નેતાઓ, સરકારી અમલદારો આવા દિવસોની ઉજવણી પાછળ ખર્ચા બંધ કરો અને નક્કર પગલાં ભરો.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા

Gujarati Microfiction by Vibhuti Desai : 111356299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now