બહાવરુ મન..એકજ આશ
**********************
લાગણીઓ ને કયા સરહદ હોય છે
એતો એક અનંત સફર હોયછે
મીઠા તારા આપેલા જે દર્દ છે
મારી તો એજ અકસીર દવા એ મર્જ છે
કૂંપણ ને પણ ફૂટી જે નાજુક ટશર છે
કહું છું તે તારા સ્પર્શની એ અસર છે
કુદરતનું પણ કેવું અજીબ કરમ છે
જોને તારું ને મારૂ મિલન પણ અશક્ય છે
ખુદા ને કરું હું રોજ નમ્ર અરજ છતાં
ના મળવાનું મને ના જડે કોઈ કારણ
ઘણુંય કર્યું એની પાછળ રિસર્ચ
અંતે મળ્યું પછી જે મુજને રિઝલ્ટ છે
ખુદા પણ બોલી ઉઠ્યો કે
એનું જ મન નથી તૈયાર આ મિલન માટે
પછી કરું કોને ફરી એ ફરીયાદ ??
ભાવુ શીદ ને તુજ મન છે છે બહાવરુ
હું પણ બૉલી કરું કસોટી મુજ કિસ્મતની
કાશ મળે મને કિનારો એક જ મુજ આશ છે