અમે ઉડાવ્યો ઊંચે અમનમો પતંગ,
એમણે પાછળ થી કર્યો હતો જંગ.
મારા જવાનો ષડયંત્રનો શિકાર થયા,
પડોશી મુલ્ક કરી રહ્યો હતો ઉમંગ.
લઈ હથિયાર ખૈરાતના આંખ બતાવે,
રોજ રોજ કરે છે માતાની છાતી ભંગ.
સિંહાસન સુઈ રહ્યું હતું સત્તા મદમાં,
શત્રુની ચાલનો ન આવ્યો તેને તરંગ,
આપ રમો છો ધૂળેટી બેબાક બની,
જવાનો ખેલે છે પોતાના રુધિરના રંગ.
મનોજ જે બોલે છે રેપીસ્ટ જવાનને,
તો લખો એના પર અંગાર અને વ્યંગ.
મનોજ સંતોકી માનસ
#પતંગ