પર્ણ ઓછા ને ફૂલ જાજા,
જુઓ ને લચી પડ્યો આ કેસુડો...
આંખો થી જોવાય,પણ આંખ માં ના સમાય,
રંગ એવો કંઈક ભરી જાય, આ કેસુડો...
રંગે રાતો, ને મદમાતો,
એના રંગે રગી જાય, આ કેસુડો...
ડાળે થી તોડ્યું, જરા એક ફૂલ,
હૃદયે વસી જાય, આ કેસુડો...
આપ સહુ ને ફાગણ નાં ફાગ મુબારક.....
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
વસંતના વધામણા.....