એક નજર કાલે થનારા મહિલા વિશેષ કાર્યક્રમો પર નાખી અને આજે જ થાક લાગી ગયો..! ફોન સાઇડ પર મૂકી મેં ટેબલ લૂછી રહેલા બહેનને કહ્યું,
“કાલે મહિલા દિવસ છે."
એ મારી સામે જોઈ રહ્યા પછી કહે, “એટલે કાલે મારે રજા રાખવાની?"
મેં કહ્યું, “ના... એટલે કાલે તમે થોડા વહેલા આવી જજો. મારા સાસુ, મારી દીકરી અને હું ત્રણે બહાર જવાના છીએ."
એ બહેન કહે, “તો એમ કહોને તમારો મહિલા દિવસ છે, અમારો નહિ!"
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏