Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળ...
મારી કેટલીક સામાન્ય ઈચ્છાઓ છે...
જેમ કે...તું ડ્રાઈવ કરે ને,
બાજુમાં બેઠી બેઠી તને જોઉં...
ટ્રાફિક જામમાં કંટાળીને,
તારા મોઢે નીકળેલો,
''ઓહ શીટ'' વાળો નિસાસો સાંભળું...
તું કોઈ વાત પર મને દસ મિનિટ લેકચર આપે,
ને હું કાંઈ જ ના સમજુ,
ત્યારે તને આવેલો એ ગુસ્સો માણું...
તું મારી કોઈ ભૂલ બતાવે,
ત્યારે થાય કે જે થોડું ઘણું પણ મને આવડે છે,
એમાં પણ ભૂલો પડે તો કેવું સારું...
તું નિરાંતે સુઈ ગયો હોય,
ને તારા કપાળથી શરૂ કરીને,
તારા વાળમાં હું હાથ ફેરાવું...
જ્યાં ત્યાં ચોંટાડેલી,
મારી નાનકડી બિંદીને,
તારા વોલેટમાંથી શોધું...
રડવાનું મન થાય,
ત્યારે ખોટો ઝગડો કરી,
તારા આલિંગનમાં હું રોઉં !!!
😍😍

Gujarati Blog by Kavita Gandhi : 111355679
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now