#Kiss
#ચુંબન
ગાગાલગા ગાગાલગા ગાગાલગા
શોધી શકે તો શોધ મારા હોઠ પર,
તારા પ્રણયને રોપ મારા હોઠ પર.
ઝળકી છે આંખો જો શરમનાં ભારથી,
ખોટો ના કર આરોપ મારા હોઠ પર.
ખૂટે ના શબ્દો આ હૃદયનાં આંગણે
કર તું ગઝલનો કોટ મારા હોઠ પર,
પહેલા મિલનની રાતને વાગોળતા,
છે પ્રેમ ભીનો હોઠ મારા હોઠ પર .
પ્રેમાળ ફુલ ઉગ્યાં છે જીવન બાગમાં,
લઇને તરૂની ઓથ મારા હોઠ પર.
તરૂ મિસ્ત્રી...